આધારકાર્ડમાં ભૂલના કારણે લોકો હેરાન, મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી

- text


મોરબી : મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, આધાર કાર્ડ કાઢતી એજન્સીઓની ભૂલના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે.

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, સરકાર દ્વારા આધાર કાર્ડ માટે જ્યાં ત્યાં બીન અનુભવી અને સામાન્ય પગારથી બેસાડેલા લોકોને એજન્સી આપી દીધી છે. જેના કારણે આધારકાર્ડમાં ઘણા અરજદારોની જન્મતારીખમાં ભૂલ હોય છે. હાલમાં જ એસટીના એક કર્મચારી પેન્શન પર ઉતર્યા હતા તેઓની પાસે જન્મતારીખનું સર્ટિ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં જન્મતારીખ છે પરંતુ પેન્શન અધિકારી આધાર કાર્ડમાં જન્મતારીખ ખોટી હોવાનું જણાવી રહ્યા છે. અને મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા આ ભૂલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જેના કારણે આ લોકો પરેશાન થઈ રહ્યા છે. તેથી જન્મતારીખ માટે લિવિંગ સર્ટિફિકેટ માન્ય રાખવાની જે-તે અધિકારીને સૂચના આપવી જોઈએ તેમ મુખ્યમંત્રીને જણાવાયું છે. હાલ આધારકાર્ડમાં ભૂલ સુધારવા માટે લોકોની લાઈનો લાગતી હોવાનું પણ રજૂઆતના અંતે જણાવાયું છે.

- text

- text