ટંકારા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા યોજાયા

- text


ટંકારા : બીઆરસી ભવન ટંકારા દ્વારા લજાઈ કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનો કલાઉત્સવ અને વાર્તાસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકા કક્ષાના કલાઉત્સવ અને વાર્તાસ્પર્ધામા તાલુકાની તમામ 6 સીઆરસીમાંથી પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કલા ઉત્સવમાં કુલ ચાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા તેમજ સંગીત વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે વાર્તા સ્પર્ધા ધો.1 અને 2 ના બાળકો માટેનો પ્રારંભિક વિભાગ, ધો.3 થી 5 ના બળકો માટેનો પ્રાથમિક વિભાગ તેમજ ધો. 6 થી 8 ના બાળકો માટેનો ઉચ્ચ પ્રાથમિક વિભાગ એમ ત્રણ વિભાગમાં યોજવામાં આવી હતી.

દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીને 500, દ્વિતીય નંબર મેળવેલ વિદ્યાર્થીને 300 તેમજ તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીને 200 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ તકે ટંકારા બી.આર.સી કો-ઓર્ડિનેટર અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, ઉપપ્રમુખ જયેશભાઇ પેઢડિયા, વિનોદભાઈ સુરાણી, તમામ સી.આર.સી.કો- ઓર્ડિનેટર શૈલેષભાઇ, આનંદભાઈ, કૌશિકભાઈ, હેમંતભાઈ તેમજ જલ્પાબેને હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text