વાંકાનેર : ઘીયાવડ શાળાના બાળકો માટે હાઉસ મેકિંગ સ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રા. શાળા સીઆરસી જુના કણકોટ ખાતે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને વિકસીત કરવાના હેતુસર પ્રવૃત્તિમય શિક્ષણના ભાગરૂપે હાઉસ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ માટી, પૂંઠા, થર્મોકોલ વગેરે જેવી ચીજવસ્તુઓના ઉપયોગથી અવનવા ઘર બનાવ્યા હતા.

આ સ્પર્ધામાં બાલવાટીકા થી ધો. 8 સુધીના બાળકોમાંથી સાકરીયા જલદીપ, ચૌહાણ નીતિન, રાઉમા અયાન, જમોડ કોમલ, ચૌહાણ મિત, ઝાલા વૈદેહીબા, ચૌહાણ સેજલ, મકવાણા દિવ્યા, ચૌહાણ આકાશી વિજેતા બન્યા હતા. તમામ વિજેતા બાળકોને શિક્ષક રૈયાણી દિનેશકુમાર તરફથી ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા શાળાના શિક્ષકો રવજીભાઈ, મીરલબેન, નીરાલીબેન, નમ્રતાબા, કવિતાબેનએ જહેમત ઉઠાવી હતી. તેમ શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું.

- text

- text