રેલવે દ્વારા ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનાં ફેરા લંબાવવામાં આવ્યા

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સમાન રચના, સમય અને રૂટ સાથે વિશેષ ભાડા પર ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની આવૃત્તિ લંબાવવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ આ ટ્રેનની વિગતવાર માહિતી આપી હતી. વધુમાં વધુ લોકોને આ સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી.

રેલવે દ્વારા ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સ્પેશિયલ, જેને અગાઉ 31મી જુલાઈ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 25મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન ઓખાથી દર સોમવારે 22.00 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.45 કલાકે મદુરાઈ પહોંચશે. ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સ્પેશિયલ, જે અગાઉ 4 ઓગસ્ટ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 29મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન મદુરાઈથી દર શુક્રવારે 01.15 કલાકે ઉપડશે અને રવિવારે 10.20 કલાકે ઓખા પહોંચશે.

- text

ટ્રેન નંબર 09520 માટેનું બુકિંગ આવતીકાલ 2 ઓગસ્ટ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો http://www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

- text