મોરબીમાં એક અઠવાડિયામાં હજારો વાહનચાલકો ટ્રાફિક નિયમ ભંગ સબબ દંડાયા 

- text


જિલ્લામાં રોડ સેફટી ડ્રાઇવ દરમિયાન 144 વાહનો ડિટેઇન, 23 નશાખોર વાહન ચાલકો પકડાયા, ધૂમ સ્ટાઇલ રેસિંગ કરતા આઠ દંડાયા 

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા તા.22જુલાઈથી 31 ઓગસ્ટ સુધી યોજવામાં આવેલ રોડ સેફટી ડ્રાઇવમાં એક જ અઠવાડિયામાં હજારો વાહનચાલકો ટ્રાફિક નિયમ ભંગ સબબ પોલીસની ઝપટે ચડ્યા હતા. પોલીસે આ અઠવાડિયામાં 1501 વાહન ચાલકોને સમાધાન શુલ્કની પાવતીઓ આપવાની સાથે દારૂ ઢીચીને વાહન હંકારનાર 23 વિરુદ્ધ કાર્યવાહી કરી હતી તો ધૂમ સ્ટાઇલ રેસિંગ કરતા આઠ વાહન ચાલકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા પોલીસ વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ તા.22જુલાઈથી 31 ઓગસ્ટ સુધી યોજવામાં આવેલ રોડ સેફટી ડ્રાઇવમાં 1501 વાહન ચાલકો પાસેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ 144 વાહનો ડિટેઇન કરી રોન્ગ સાઈડમાં વાહન ચલાવનાર તેમજ ઓવરસ્પીડે વાહન ચલાવનારા 95 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી નશાની હાલતમાં વાહન ચલાવતા 23 શખ્સોને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી કરી હતી.

વધુમાં જિલ્લા પોલીસ દ્વારા ઇન્ટરસેપટર વાહન દ્વારા 11 વાહન વિરુદ્ધ ઈ-ચલણ ફટકારી, ધૂમ સ્ટાઇલ રેસિંગ કરતા આઠ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી તેમજ અડચણરૂપ વાહન પાર્ક કરનારા 26 વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી હતી. આ સાથે જ મોરબી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકોને લાયસન્સ વગર વાહન ન ચલાવવું, નાના બાળકોને વાહન ચલાવવા ન આપવા, હાઇવે ઉપર હેલ્મેટ પહેરી વાહન ચલાવવા તેમજ કાર તેમજ અન્ય વાહનોમાં સીટબેલ્ટ બાંધવા અનુરોધ કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

- text

- text