સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું અભિવાદન કરતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 

- text


વાંકાનેર : હાલમાં જ નિયુક્ત થયેલા રાજ્યસભાના સાંસદ વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અભિવાદન કરવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાંકાનેર સહિત મોરબી જિલ્લાના મહાસંઘના કાર્યકરોએ હાજર રહીને કેસરીદેવસિંહ ઝાલાનું અભિવાદન કર્યું હતું.

અભિવાદન કાર્યક્રમમાં ડો.લાભુબેન કારાવદરા (સુરેન્દ્રનગર અને મોરબી વિભાગના મહિલા સંગઠન મંત્રી), દિનેશભાઈ વડસોલા (અધ્યક્ષ, જિલ્લા ટીમ), અશોકભાઈ સતાસિયા (અધ્યક્ષ, વાંકાનેર), મનીષભાઈ બારૈયા (રાજ્ય પ્રતિનિધિ), મંગુભાઈ પટેલ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી), મયુરસિંહ (બીઆરસી કો.ઓર્ડીનેટર, વાંકાનેર), હસમુખભાઈ પરમાર (પ્રમુખ, વાંકાનેર તાલુકા શિક્ષક મંડળી), ડાયાલાલ બારૈયા (અધ્યક્ષ, ટંકારા), અભયભાઈ ઢેઢી (ઉપાધ્યક્ષ, મહાસંઘ- ટંકારા) વગેરેએ ફુલહાર, સાલ અને મોમેન્ટો દ્વારા કેસરીદેવસિંહ ઝાલાનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે દિનેશભાઈ વડસોલાએ મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના કાર્યો, એમના વ્યક્તિત્વ વિશે વાતો કરી હતી અને એમની રાજ્યસભાના સાંસદ તરીકેની વરણીને આવકારી હતી. કેસરીદેવસિંહ ઝાલાએ પણ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, શિક્ષકો દ્વારા જ ભારતના ભવિષ્યનું ઘડતર થાય છે ત્યારે મેં પણ એક વખત આપના જેવા જ શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવ્યું છે. અને મોરબી પંથકના વિકાસમાં સહભાગી થવા સૌને આહ્વાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારું, સુવ્યવસ્થિત અને સફળ સંચાલન કૌશિકભાઈ સોનીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન મહાવીરસિંહ ઝાલાએ કર્યું હતું.

- text

- text