સીજીએસટી ચોરી કેસમાં લેક્સસ ગ્રેનિટો કંપનીના બે ડિરેક્ટર સહિત ત્રણના જામીન મંજુર  

- text


સિરામિક ફેકટરીના ડિરેકટરો વતી એડવોકેટે ત્રણ અઠવાડિયામાં દસ ટકા રકમ વાંધા સાથે ભરવા બાંહેધરી આપી 

મોરબી : મોરબીની ટોચની ગણાતી લેક્સેસ ગ્રેનિટો સિરામીક ફેકટરીમાં સીજીએસટી ચોરી મામલે બે ડિરેક્ટર અને એક એકાઉન્ટન્ટની ધરપકડ થયા બાદ આરોપીઓ દ્વારા જામીન ઉપર છૂટવા માટે કરેલી અરજીની સુનાવણી બાદ આજે મોરબી નામદાર સેસન્સ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો મોરબીના લખધીરપુર રોડે આવેલ લેકસસ ગ્રેનિટો સિરામીક ફેકટરી દ્વારા અંડર બિલિંગ સહિતની 14.66 કરોડની રકમની ટેક્સ ચોરી કરવા મામલે ડીરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈની સીજીએસટીની ટીમે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બાદમાં આ કેસમાં આરોપીઓ દ્વારા જામીન મુક્ત થવા અરજી કરવામાં આવતા આજે નામદાર મોરબી સેસન્સ કોર્ટમાં આરોપીઓ વતી બચાવપક્ષે રાજકોટના નામાંકિત એડવોકેટ અપુર્વભાઈ એન.મહેતા દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. વધુમાં આરોપીઓના એડવોકેટે નામદાર સેસન્સ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે કંપની ટેક્સ ચોરી કરતી નથી આમ છતાં પણ ટેક્સચોરીના આરોપની રકમના દસ ટકા એટલે કે અંદાજે રૂપિયા 2 કરોડ ત્રણ અઠવાડિયામાં વાંધા સાથે જમા કરાવી દેશે તેવી ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું.

- text

- text