હળવદ તાલુકાને યુરિયા ખાતર પૂરતો જથ્થો આપવા ખેતી નિયામકને કૃષિમંત્રીનો આદેશ

- text


સહકારી મંડળીઓની 5 હજાર ટનની માંગણી સામે માત્ર 500 ટન યુરિયા ખાતર આપતા કૃષિમંત્રી આકરાપાણીએ

હળવદ : હળવદ તાલુકામાં યુરિયા ખાતરની મોટી અછત છે. આથી સહકારી મંડળીઓએ 5 હજાર ટન યુરિયા ખાતરની માંગણી કરી હોય એની સામે માત્ર 500 ટન જ યુરિયા ખાતર આવતા સહકારી મંડળીઓની રજુઆતથી કૃષિમંત્રી આકરાપાણીએ થયા હતા અને તેમણે રાજ્યના ખેતી નિયામકને આદેશ આપીને હળવદ તાલુકાની માંગણી મુજબ યુરિયા ખાતર આપવાનો આદેશ આપ્યો છે.

- text

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના ખેતી નિયામકને આદેશ આપતા પરિપત્રમ જણાવ્યું છે કે, હળવદ તાલુકા સંઘ અને હળવદ તાલુકાની જુદી જુદી સહકારી મંડળીઓએ ખેતી નિયામક સમક્ષ 5 હાજર ટન યુરિયા ખાતરનો જથ્થો આપવાની માંગણી કરી હતી. પણ તેની માંગણી ફગાવી દઈને આ અધિકારીએ માત્ર 500 ટન જ યુરિયા ખાતર આપ્યું હતું. જેથી હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને હળવદ તાલુકા સંઘ અને સહકારી મંડળીઓ આ બાબતે કૃષિમંત્રીનું ધ્યાન દોરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આથી કૃષિમંત્રીએ હળવદ તાલુકાને માંગણી મુજબ યુરિયા ખાતર આપવાની તાકીદ કરી છે.

- text