હળવદના શ્રીજીનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશોને મુશ્કેલી

- text


સોસાયટીમાં પાયાની સવલતો આપવા રહીશોની હળવદના ચીફ ઓફિસરને રજુઆત

હળવદ : હળવદમા સાંદીપની સ્કુલ પાછળ આવેલ શ્રીજીનગર સોસાયટીમાં પાયાની સવલતોના અભાવે રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. રોડ, પાણી, લાઈટ, ગટર સહિતની સુવિધાઓ યોગ્ય રીતે ન મળતા લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે.આથી શ્રીજીનગર સોસાયટીમાં પાયાની સવલતો વ્યવસ્થિત રીતે પુરી પાડવા માટે રહીશોએ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

શ્રીજી નગર સોસાયટના રહીશોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, અમારી આ રહેણાંક સોસાયટી સાંદીપની સ્કુલ પાછળ આવેલ છે જેમાં આશરે ૩૦૦ કરતા વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે આ વિસ્તારમાં ઘણા સમયથી જીવન જરૂરીયાતની પાયાની સવલતો વ્યવસ્થિત રીતે પુરી પાડવામાં અભાવ જોવા મળે છે જેમકે પાણી ૪ કે ૫ દિવસે કયારેક આવે છે, અમુક શેરીના ઘરમાં આવે તો અમુકમાં નથી આવતા અને જે આવે તે પણ પીવે છે અને અમુક છેલ્લા ઘરોમાંનો પાણી નળમાંથી ક્યારે આવશે તેની રાહ જોઈ બેઠા છે આમ પાણીની આવી બહુજ અનિયમતા સર્જાય છે જયારે મોટાભાગની સ્ટ્રીટ લાઈટ પણ આ સોસાયટીમાં છે બંધ હાલતમાં જોવા મળે છે. જે પણ ખાલી નાની એવા રીપેરીંગનીના અભાવે તેમજ સોસાયટીમાં જ ગટરો આવેલ છે. તે બધી બ્લોક થઈ ગયેલ છે અને અમુક જગ્યાએ તો ગટરનુ પાણી ઉભરાઈને ખૂબ જ દુર્ગંધ મારે છે જેથી દુર્ગંધ તથા મચ્છરથી ત્યાં રહેવુ પણ ખુબ જ મુશ્કેલ બની જાય છે.

અમુક મેઈન રસ્તાઓ આ ગટર બનવાને કારણે તૂટી ગયેલ છે જે આજ સુધી કોઈપણ જાતની રીપેર કે મેટલ કામની તસ્દી આપની કચેરી દ્વારા લેવામાં આવેલ નથી.અને હાલ આ ચોમાસામાં તો આ રોડના ખાડાઓમાં અનેક વાહનચાલકો અને રાહદારીઓ પડવાના બનાવ બનેલ છે અને સફાઈકામદાર તેમજ કચરો ઉપાનાર વર્ણન તો મા સોસયટીના રહીસોએ કદી જોયા જ નથી આમ ઉપરોકત બાબતે અમો સોસાયટીના રહીએ લગત ખાતાના કર્મચારીઓને રજુઆત કરેલ હતી પરંતુ આજદીન સુધી ઉપરોકત સમસ્યાનો વ્યવસ્થિત ઉકેલ આવેલ નથી. જેથી આપને સ્થળ પર આવી અમારી આ સમસ્યાનો યોગ્ય નિરાકરણ કરો એવી ચીફ ઓફિસરને અરજ કરી છે.

- text

- text