હળવદમાં કન્ટેનર લૂંટારૂઓ વિરૂદ્ધ ગુનો દાખલ

- text


ઘઉં ભરેલા આખે આખા ટ્રકની લૂંટના પ્રકરણમાં 4 શખ્સો સામે કાર્યવાહી

હળવદ : હળવદ નજીક ઘઉં ભરેલો આખેઆખો ટ્રક જ લૂંટી લેવાના પ્રકરણમાં 4 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ ડ્રાઇવર ફિરોજભાઈ જુમાભાઈ જુણેજા ઉ.વ 31, રહે. ભવાનીનગર, હળવદવાળાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ટ્રક નં.જીજે 27 એક્સ 4235 સાથે કન્ટેનર લઈને જતા હતા. જેમાં 23 ટન ઘઉં ભરેલ હતા. ત્યારે હળવદ માળિયા હાઇવે ઉપર પરિશ્રમ હોટેલ આગળ કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા રહે.મૂળી, વીરલભાઈ શૈલેષભાઇ સોની રહે. મૂળી અને અજાણ્યો એક શખ્સ કારમાં ધસી આવ્યો હતો.

- text

તેઓએ ટ્રક રોકાવીને લાફા મારી ગાળો આપી ઘઉં ભરેલ કન્ટેનર મળી રૂ. 12 લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text