હળવદના રબારીવાસના મકાનમાં ધમધમતુ જુગારધામ ઝડપાયું, આઠની ધરપકડ

- text


શ્રાવણ માસ પહેલા ધમધમી ઉઠેલી જુગારની બદી ઉપર ક્રાઈમ બ્રાન્ચની તવાઈ

હળવદ : શ્રાવણ માસ પહેલા જ જુગારની બદી ધમધમી ઉઠતા મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચએ તવાઈ ઉતારી હળવદના રબારીવાસના મકાનમાં ધમધમતા જુગારધામને ઝડપી લીધું હતું. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે આજે હળવદ બસ સ્ટેન્ડ પાછળ, રબારીવાસમાં આવેલ મકાનેથી જુગાર રમતા ૮ પતાપ્રેમીઓ ને રોકડા રૂપીયા ૫૮,૦૦૦ ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

- text

મોરબી એલ.સી.બી.ના HC ચંદુભાઇ કાણોતરા, pc તેજસ વિડજા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયાને સંયુકતમાં હકીકત મળેલ કે, પ્રતાપભાઇ પ્રભુભાઇ રબારી રહે. હળવદ રબારીવાસ વાળો પોતે ભાડેથી રાખેલ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે, જે હકિકત આધારે હળવદ બસ સ્ટેન્ડ પાછળ રબારીવાસમાં રહેણાંક મકાનમાં રેઇડ કરીને જુગાર રમતાપ્રતાપભાઇ પ્રભુભાઇ કલોતરા, પ્રદિપભાઇ ગોકળભાઇ બાર, અજીતભાઇ સોમાભાઇ ગોહિલ,દેવજીભાઇ કેશવજીભાઇ અધારા, રણજીતભાઇ વિરમભાઇ ખેર, નટુભાઇ અમરશીભાઇ નારીયાણી,જંયતિભાઇ મોહનભાઇ સોનગ્રા,હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયાને રોકડ રૂ.૫૮,૦૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text