સામાન્ય માલધારી પરિવારનો જુવાનજોધ દીકરો ડોકટર બને તે પહેલા જ જીવનદીપ બુઝાયો

- text


તરણેતર પાસે બાઇક આડે ઢોર આડું ઉતરતા માલધારી પરિવારના તબીબનું કરુણ મોત, પરિવારમાં અરેરાટી

યુવાન તબીબી અભ્યાસની ઇન્ટરશીપ પૂર્ણ કર્યાની સર્ટી લઈને પરત આવતી વખતે કરુણ દુર્ઘટના સર્જાય 

હળવદ : તરણેતર નજીક માલધારી તબીબ બાઇક પર જતાં હતા. તે વેળાએ ઢોર આડું ઉતરતા અકસ્માતમાં તેનું મોત થયું છે.આ ઘટનાને પગલે તેમનુ આખુ ગામ શોકમગ્ન થઈ ગયું છે. જ્યારે મૃતકના પરિવારે હૈયાફાટ કરુંણ આક્રંદ કરી મુક્તા ગામ હિબકે ચડ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના મેરૂભાઈ ડાયાભાઈ ગરિયા ઉ.વ.૨૬ જેમને બીએચએમએસની ઇન્ટરશીપ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પૂર્ણ કરી હોય તેનું સર્ટિફિકેટ લઈને તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તા.4ના રોજ આપવાનું હતું.જેથી તેઓ રાજકોટથી આ સર્ટી લઈને ઘરે બાઇક ઉપર પરત ફરી રહ્યા હતા.આ વેળાએ થાનના તરણેતર નજીક રોડ ઉપર ઢોર આડું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાન ત્રણ ભાઈમાં નાના હતા. મૃતકના પત્ની સગર્ભા હતા. મૃતક યુવાન પરિવારમા પ્રથમ તબીબ હતા.આ ઘટનાથી આખા ગામમાં શોક વ્યાપી ગયો છે. માલધારી પરિવારમાં શિક્ષણનું મહત્વ વધતું જાય છે. ત્યારે સામાન્ય માલધારી પરિવારનો કુળ દિપક ડોકટર બને તે પહેલાં તેનો જીવનદીપ બુઝાય જતા તેના પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. આ આશાસ્પદ ડોકટર ગામની સેવા કરવાનો હોય ગામલોકોમાં પણ તેના મોતથી ભારે અરેરાટી મચી ગઇ હતી.

- text