કાંતિલાલ અમૃતિયાએ પરિવાર સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહની લીધી શુભેચ્છા મુલાકાત

દિલ્હી ખાતે ધારાસભ્ય સહપરિવાર મોદી-શાહને મળ્યા : કાંતિલાલના પુત્ર પ્રથમ સાથે વડાપ્રધાને હળવી પળો પણ માણી 

મોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આજે સહપરિવાર વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કાંતિલાલ સાથે જુના સંસ્મરણો વાગોળવાની સાથે આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

મોરબી- માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની તથા પુત્ર પ્રથમ અમૃતિયા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. જેમાં વડાપ્રધાન મોદીએ પ્રથમ સાથે હળવી પળો પણ માણી હતી. ઉપરાંત પ્રથમ સાથે તેઓએ ઉત્સુકતા સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ અંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે તેઓએ માત્ર વડાપ્રધાન અને ગૃહમંત્રીની સહપરિવાર શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ વેળાએ જુના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.