મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ 74 ટકા ભરાયો

- text


જિલ્લાના દસ ડેમોમાંથી ત્રણ ઓવરફ્લો અને બે ડેમ 50 ટકાથી વધુ ભરાયા

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડતો હોવાની સાથે સાથે ઉપરવાસમાં સારા વરસાદને પગલે મોરબી જિલ્લાના દસ ડેમોમાંઘી મુખ્યત્વે મચ્છુ-2 ડેમની જળ સપાટી સતત વધી રહી છે અને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 74 ટકા ભરાયો છે. જ્યારે જિલ્લાના દસ ડેમોમાથી ત્રણ ડેમ ઓવરફ્લો અને બે ડેમ 50 ટકાથી વધુ ભરાયા છે.

મોરબી જિલ્લાના દસ ડેમોમાં છેલ્લા 24 કલાકમાં કેટલી જળ સપાટી વધી એના સિંચાઈ ખાતાના સતાવાર આંકડા જોઈએ તો મચ્છુ -2 ડેમમાં 0, 46 ફૂટ આવક સાથે આ ડેમ હવે 74.35 ટકા ભરાયો છે. ટંકારાનો ડેમી-2 ડેમમાં 0.33 ફૂટની આવક સાથે આ ડેમ 31.62 ટકા ભરાયો અને બ્રાહ્મણી 2 ડેમ 0.16 ફૂટ આવક સાથે 57.32 ટકા ભરાયો છે. આ સિવાય અન્ય કોઈ ડેમમાં નવા નિરની આવક થઈ નથી. પણ જિલ્લાના બે ડેમો 50 ટકાથી વધુ ભરાયેલા છે. જેમાં ટંકારાનો બંગાવડી ડેમ 62 ટકા, હળવદનો બ્રાહ્મણી 2 ડેમ 57 ટકા ભરેલો છે અને જિલ્લાના ત્રણ ડેમ હાલ ઓવરફ્લો છે એમાં મોરબીનો મચ્છુ-3, વાંકાનેરનો મચ્છુ-1 અને ઘોડાધ્રોઈ ડેમનો સમાવેશ થાય છે.

- text

- text