મોરબી જીલ્લામાં આજે પણ વરસાદી ઝાપટા વરસ્યા

- text


મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને મધ્ય ગુજરાતમાં તો મેઘરાજા એટલા ભરપૂર વરસ્યા કે ત્યાં આફત આવી પડી છે. મેઘરાજાની આવી સટાસટી વચ્ચે મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આખો દિવસ ઝાપટા પડી રહ્યા છે. આજે પણ મોરબી જિલ્લાને ઝાપટાથી સંતોષ માનવો પડ્યો છે. મોરબી જિલ્લામાં આજે સવારથી સામાન્ય વરસાદ પડ્યો છે. સતાવાર આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં મોરબીમાં 1 મિમી, માળીયા 4 મિમી, હળવદમાં 7 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે વાંકાનેર અને ટંકારામાં વરસાદ પડયો નથી. જો કે સવારે 11 વાગ્યે પણ હળવાથી ભારે ઝાપટા પડી રહ્યા હોવાના અહેવાલ મળે છે.

- text

- text