વાંકાનેરના મહિલાને ભરણ પોષણ અપાવતું મહિલા સહાયતા કેન્દ્ર

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિલાને ચાર વર્ષથી સાસરી પક્ષ દ્વારા ભરણ પોષણ આપવામાં આવતું ન હતું. ત્યારે વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા સાસરી પક્ષ પાસેથી ભરણપોષણ અપાવી ન્યાય અપાવવાની સરાહનીય કામગીરી કરી છે.

વાંકાનેરની મહિલા છેલ્લા ચાર વર્ષથી પોતાના પિયરમાં જ રહેતી હતી. કોર્ટમાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ ભરણ પોષણનો દાવો કર્યો હતો. પરંતુ ચાર વર્ષ વિતી જતાં પણ મહિલાને પોતાનું ભરણ પોષણ મળતું ન હતું. મહિલાના પતિ ઉપર દર મહિને 4500 રૂપિયાનું નામદાર કોર્ટએ ભરણ પોષણ બંધાવેલું પરંતુ મહિલાના પતિ દ્વારા તેના હકો છીનવી લેવામાં આવ્યા હતા. સાસરી પક્ષ દ્વારા મહિલાને વારંવાર શારીરિક, માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલા તેના પિયરમાં આવી ગઈ હતી. મહિલા તેના બે બાળકોને સાચવી પોતાની સાથે રાખી ઉછેર કરતી પરંતુ સમય જતાં તેને પોતાના હક્ક માટે કોર્ટમાં જવાની જરૂર પડી અને નામદાર કોર્ટનો હુકમ હોવા છતાં પણ તેના સાસરિયાં દ્વારા મહિલાના હકોને છીનવી લેવામાં આવ્યા હતા.

આવા સંજોગોમાં મહિલા ના પિતાએ વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સિલર તેજલબા ગઢવીને આપવીતી જણાવતા સહાયતા કેન્દ્ર દ્વારા સીટી પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ.ડી.વી. કાનાણીની મદદથી બંને પક્ષના પરિવાર વચ્ચે ચર્ચા વિચારણા કરી મહિલા ને જે ચાર વર્ષથી ભરણ પોષણ આપવામાં આવ્યું ન હતું તે ભરણ પોષણ મહિલાને અપાવીને મહિલાને સહાય કરવામાં આવી હતી.

- text

- text