મોરબી અને હળવદમાં ધીમી ધારે વરસાદ : ઘોડાધ્રોઇ ડેમનો દરવાજો ખોલાયો 

- text


ઝીકીયારી નજીક આવેલ ઘોડાધ્રોઇ ડેમ રુલ લેવલે ભરાઈ ગયો : એક દરવાજો ત્રણ ઈંચ ખોલાયો 

મોરબી : મોરબી જિલ્લામાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબીમાં સવારે 10થી 12માં 2 મીમી અને હળવદમાં 6 મીમી વરસાદ વરસ્યો છે, બીજી તરફ મોરબી તાલુકાના ઝીકીયારી નજીક આવેલ ઘોડાધ્રોઇ ડેમ રુલ લેવલ સુધી ભરાઈ જતા એક દરવાજો ત્રણ ઈંચ ખોલવામાં આવતા હેઠવાસના ગામોને સાવચેત કરાયા છે.

મોરબી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી હળવા ભારે ઝાપટા રૂપે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સવારથી મોરબી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, સવારે 10થી 12માં મોરબીમાં 2 મીમી અને હળવદમાં 6 મીમી વરસાદ વરસ્યો હોવાનું ફ્લડ કંટ્રોલરૃમના આંકડા જણાવી રહ્યા છે.

- text

દરમિયાન મોરબી સિંચાઈ વિભાગના જણાવ્યા પ્રમાણે મોરબી તાલુકાના ઝીકીયારી ગામ નજીક આવેલો ઘોડાધ્રોઇ ડેમ રુલ લેવલ સુધી ભરાઈ જતા એક દરવાજો ત્રણ ઈંચ ખોલવામાં આવ્યો છે જેથી ડેમના હેઠવાસ હેઠળ આવતા ઝીકીયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર, રાપર અને માળીયા તાલુકાના માણાબા, સુલતાનપર અને ચીખલી ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જ્વર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.

- text