મોરબીમાં માટીકામની તાલીમ શરૂ, લાભ લેવા અનુરોધ

- text


મોરબી : લોકો માટીકામની કળા શીખીને પગભર થઈ શકે તે માટે મોરબીમાં એક મહિના સુધી માટીકામની તાલીમ શરૂ કરવામાં આવી છે. આ તાલીમ વર્ગનો વધુમાં વધુ લોકો લાભ લે તેવો અનુરોધ કરાયો છે.

ગુજરાત માટી કામ અને રૂરલ ટેક્નોલોજી સંસ્થા દ્વારા જુદી જુદી જગ્યાએ માટીકામના તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. આ વર્ગોમાં જે લોકો કુંભારી કામ કરતાં હોય, માટી કામ કરતાં હોય તેઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે છે. ત્યારે હાલ મોરબીના ભડીયાદ રોડ પર આવેલા પ્રવિણભાઈ રામજીભાઈના ઘરે માટીકામના તાલીમ વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે. આ તાલીમ વર્ગ ગત 11 તારીખથી શરૂ થઈ ગયો છે અને એક મહિનો સુધી ચાલશે. જેમાં બહેનોને એક મહિનો તાલીમ આપીને સ્ટાયપેન્ડ પણ આપવામાં આવી રહ્યું છે. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને સર્ટીફિકેટ આપવામાં આવશે જેથી તેઓ પોતાની રીતે પગભર થઈ શકે. તો જે લોકો માટીકામની તાલીમ લેવા માંગતા હોય તેઓએ પ્રવિણભાઈનો મો.નં. 9173164806 પર સંપર્ક કરવો.

- text

- text