ભલગામડા ગામે શાળામાં ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં આક્રોશ

- text


આરોપીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી ન કરે ત્યાં સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય જાહેર કરતા અંતે પોલીસે ગામલોકોને સમજાવીને શાળા શરૂ કરાવી

હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે પાછલા થોડા દિવસોથી ગામના જ અમુક શખ્સો શાળામાં ચોરી કરવાની સાથે તોડફોડ કરતા હોવાની અગાઉ પોલીસ મથકે રજૂઆતો પણ કરવામાં આવી હતી જો કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા આજે આખરે ગ્રામજનો દ્વારા જ્યાં સુધી પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી ન કરે ત્યાં સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય જાહેર કરતા પોલીસે દોડી જઈને ગામલોકોને સમજાવીને હાલ શાળા શરૂ કરાવી છે.

હળવદ તાલુકાના ભલગામડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં 327 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં થોડા દિવસ પહેલા ગામના જ અમુક શખ્સો દ્વારા શાળામાં લગાવેલ સીસીટીવી કેમેરા ચોરી ગયા હતા સાથે જ તોડફોડ પણ કરી હોવાનું સામે આવ્યું હતું. તે સમયે પોલીસમાં લેખિત અરજી પણ શાળાના આચાર્ય દ્વારા દેવામાં આવી હતી. જોકે ગતરાત્રિના શાળામાં લગાવેલ સોલાર પ્લેટ ગામના ત્રણ જેટલા શખ્સો ચોરી ને લઈ જતા હોવાનું રાત્રિના સમયે ગામ લોકોને ધ્યાન આવતા આ ચોર સકસો પ્લેટ મૂકીને નાસી છૂટીયા હતા.

- text

જેથી શાળામાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય અને પોલીસ કાર્યવાહી ન કરતી હોય જેને લઇ આજે ભલગામડા ગામે ગ્રામજનો દ્વારા જ્યાં સુધી પોલીસ ભલગામડા ગામે ન આવે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરે ત્યાં સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી હાલ ગ્રામજનોનું મોટું ટોળુ શાળા એકઠું થયું ગયું હતું અને શાળામાં અવારનવાર તોડફોડ કરતાં શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવતા પોલીસે અંતે દોડી જઈને મામલો સાંભળી લીધો હતો અને ગામલોકોને સમજાવીને શાળા ચાલુ કરાવી હોવાનું જાણવા મળે છે.

- text