રવાપર રેસિડન્સીના ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું

- text


પોતાના ફ્લેટમાં જુગારધામ ચલાવતા સંચાલક સહિત સાતને ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ

મોરબી : મોરબીમાં શ્રાવણ માસ પહેલા જ અધિક શ્રાવણમાં પણ જુગાર રમવાના શોખીનોએ તીનપત્તિના રવાડે ચડી જતા પોલીસે પણ કડક કાર્યવાહી કરી છે. જેમાં મોરબી એ ડિવિઝન પોલીસે મોરબીના રવાપર રેસિડન્સીના એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતું જુગરધામ ઝડપી લીધું હતું અને પોતાના ફ્લેટમાં જુગારધામ ચલાવતા સંચાલક સહિત સાતને ઝડપી લીધા છે.

- text

મોરબી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં ૩૦૩ ફલેટમાં બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે એ ડિવિઝન પોલીસે રેઇડ કરીને જુગારધામ ચલાવતા ફ્લેટ ધારક પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા અને જુગાર રમતા નાગદેભાઇ મનસુખાઇ જોગીયાણી, વનરાજભાઇ રમેશભાઇ મુજારીયા, રવીભાઇ રમેશભાઇ મુંજારીયા, સુરેશભાઇ નાનજીભાઇ મિયાત્રા, વિજયભાઇ મનુભાઇ ગોગા, હિરેનભાઇ મગનભાઇ મઠીયાને રોકડ રૂ.૧૬૪૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text