વાંકાનેર નજીક આવેલ મચ્છુ-1 ડેમ છલકાયો 

- text


મોરબી : વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીક આવેલ વિશાળ મચ્છુ-1 ડેમ અંતે આજે છલકાઈ ગયો છે.ઉપરવાસ સારા વરસાદને કારણે છેલ્લા અઠવાડિયાથી મચ્છુ ડેમમાં નવા નીરની સતત આવક ચાલુ હોવાથી ડેમ છલકાયો છે અને ડેમના હેઠવાસના 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

- text

વાંકાનેર તાલુકાના જાલસીકા નજીક આવેલ મચ્છુ-1 ડેમમાં ઉપરવાસ સારા વરસાદને કારણે નવા નીરની સારી આવક થઇ રહી છે, હાલમાં મચ્છુ-1 ડેમ સંપૂર્ણ ભરાઈ જતા છલકાઈ રહ્યો હોય વાંકાનેર તાલુકાના (૧) હોલમઢ (૨) જાલસીકા (૩) વાંકાનેર-શહેર (૪) મહિકા (૫) કોઠી (૬) ગારીયા (૭) જોધપર (૮) પાજ (૯) રસીકગઢ (૧૦) લુણસરીયા (૧૧) કેરાળા (૧૨) હસનપર (૧૩) પંચાસર (૧૪) વઘાસીયા (૧૫) રાતીદેવળી (૧૬) વાંકીયા (૧૭) રાણેકપર (૧૮) પંચાસીયા (૧૯) ઢુવા (૨૦) ધમલપર તેમજ મોરબી તાલુકાના (૧) અદેપર (૨) મકનસર (૩) લખધીરનગર (૪) લીલાપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.

- text