મોરબી પટેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ

- text


મોરબી : શાળા કોલેજે જતી આવતી વિદ્યાર્થીનીઓ રોમિયોગીરીથી પરેશાન છે. ત્યારે રોમિયોગીરી સામે વિદ્યાર્થીનીઓ સ્વંય રક્ષણ મેળવી શકે તે માટે મોરબીની પટેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ આવી રોમિયોગીરી સામે કેવી રીતે સ્વરક્ષણ કરવું તે માટે સેલ્ફ ડિફેન્સનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબી સ્ત્રી સુરક્ષા સંગઠન , હિન્દુ યુવા વાહિની અને પોલીસ પરિવાર અને પટેલ કન્યા છાત્રાલય દ્વારા સ્ત્રી જાગૃતિ અને સેલ્ફ ડિફેન્સ માટેની જાણકારી અને સમજ પૂરી પાડવા માટે ગઈકાલે તા.26ના રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પટેલ કન્યા છાત્રાલયની 6000 દીકરીની હાજરીમાં જોસ જુસ્સા સાથે સ્વરક્ષણનું તાલીમબદ્ધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રી સુરક્ષા સંગઠનના અધિકારીઓ, હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિકારી દ્વારા પટેલ કન્યા છાત્રાલયના સહયોગથી દીકરીઓને સ્વરક્ષણ માટે તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

- text

- text