પાલિકાના પાપે મોરબીના શનાળા રોડ પર ગટરના પાણી ફરી વળ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ

- text


મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર ભુગર્ભ ગટરના પાણી રોડ પર ફરી વળતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી હોવાને લઈને કોંગ્રેસે પાલિકા સામે આક્ષેપ કર્યા છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી અને શહેરના પૂર્વ પ્રમુખ રામભાઈ રબારીએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકાના પાપે વગર વરસાદે શનાળા રોડ પર ભુગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે. ભાજપના સભ્યો ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે જેના કારણે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેશનથી સરદાર બાગ સુધી ગટર છલકાવાના કારણે નદીની જેમ ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું છે. આ જગ્યાએ જ સાંસદ સભ્ય અને અન્ય રાજકીય આગેવાનોની બેઠક છે. તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. રસ્તા પર ગટરના પાણીના કારણે રોગચાળો ફેલાવવાનો પણ ભય ઉભો થયો છે. ત્યારે આ સમસ્યામાંથી તાત્કાલિક પ્રજાજનોને મુક્તિ મળે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

- text

- text