મોરબીના ઉમિયાનગરમાં અહીંથી ચાલવું નહિ કહી મહિલાને ધોકો ફટકારી દેવાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર પાછળ આવેલ ઉમિયાનગરમાં ઘર તરફ ચાલીને જઈ રહેલા મહિલાને એક શખ્સે અહીંથી ચાલવું નહિ કહી ધોકા વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શક્તિ ચેમ્બર પાછળ ઉમિયાનગરમાં રહેતા અનિતાબેન જેસિંગભાઈ સોલંકી સિરામિક સિટીથી પગપાળા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપી લલિતભાઈ રાઠોડના પત્ની રવીનાબેને તેમને ઉભા રાખતા તેઓ ઉભા રહી વાતચીત કરતા હતા ત્યારે અચાનક ધસી આવેલ લલિતભાઈ રાઠોડે તેમને અહીંથી ચાલવુ નહિ કહી ઝઘડો કરી ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારતા અનિતાબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text