સિરામિક ફેકટરીમાં ફૂલ સ્પીડે રિવર્સમા આવતા લોડર હડફેટે બાળકનું મૃત્યુ

- text


રંગપર નજીક લેમન સિરામિક ફેકટરીમાં બનેલો બનાવ, મહિલા ઇજાગ્રસ્ત

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેમન સિરામિક ફેકટરીના સ્પ્રે ડાયર વિભાગમાં રિવર્સમાં ફૂલ સ્પીડે આવતા લોડર હડફેટે માતા અને પુત્ર આવી ગયા બાદ માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે માતાને ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેમન સિરામિક ફેકટરીના સ્પ્રે ડાયર વિભાગમાં રિવર્સમાં ફૂલ સ્પીડે આવતા લોડર ચાલકે પૂજાબેન લોકેન્દ્રભાઈ ઝાલા નામના મહિલા અને તેમના પુત્ર કનૈયાને હડફેટે લેતા કનૈયા નામના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પૂજાબેનને ઇજાઓ પહોંચી હતી.

- text

આ અકસ્માતના બનાવ અંગે મૃતક બાળકના પિતા લોકેન્દ્રભાઈ રામસિંગભાઈ ઝાલાએ લોડર નંબર જીજે – 36 – S – 5566ના ચાલક મુકેશભાઈ સુરસિંહ ભિલાલ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text