મોરબીના વાવડી રોડ ઉપર બે સીએનજી રીક્ષા વચ્ચે ટક્કર, એક રીક્ષા ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર બે સીએનજી રીક્ષા વચ્ચે ટક્કર થતા એક સીએનજી રીક્ષાના ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર નયારા પેટ્રોલપંપ પાસે સીએનજી રીક્ષા નંબર જીજે – 36 – U – 7871ના ચાલકે પુર ઝડપે પોતાની રીક્ષા ચલાવી જીજે – 36 – U – 2168 નંબરની રીક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જતાં રીક્ષા ચાલક સચીનભાઈ પરમારનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક રીક્ષા ચાલકના મોટાભાઈ સુનિલભાઈ હકાભાઈ પરમારે રીક્ષા નંબર જીજે – 36 – U – 7871ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text