જૂનાગઢમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક ધોવાયા : ટ્રેન વ્યવહારને અસર

- text


મોરબી : ભાવનગર ડિવિઝનમાં આવેલા જૂનાગઢમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ-વડાલ સેક્શનમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. આ સ્થિતિના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:

1) ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ 22.07.2023 ના રોજ રદ રહેશે.

2) ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ 22.07.2023 ના રોજ રદ રહેશે.

શોર્ટ ટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનો:

1) 22.07.2023 ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ને જેતલસર માં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જેતલસર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

- text

2) 22.07.2023 ની ટ્રેન નંબર 19208 વેરાવળ-પોરબંદર એક્સપ્રેસ ને જૂનાગઢ માં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જૂનાગઢ-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

- text