જૂનાગઢમાં જળબંબાકાર : શહેરમાં 9 ઇંચ, ગિરનાર ઉપર 16 ઇંચ 

- text


ગાડીઓ તણખલાની જેમ તણાઈ : મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા : રાજકોટમાં મુખ્યમંત્રી કાર્યક્રમ રદ કરી હેડક્વાર્ટર જવા રવાના 

મોરબી : જૂનાગઢમાં આજે બપોર બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં 9 ઇંચ તો ગિરનાર ઉપર 16 ઇંચ વરસાદ પડતાં મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. જેને કારણે રાજકોટમાં મુખ્યમંત્રી કાર્યક્રમ રદ કરી ગાંધીનગર ખાતેના હેડક્વાર્ટર જવા રવાના થયા છે.

જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જમીન ત્યા જળ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વાહનો તણાઇ ગયા છે. મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. ગિરનાર પર્વત ઉપર આશરે 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું ગયું હતું. જેના પગલે જૂનાગઢમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું. બીજી તરફ જૂનાગઢ શહેરમાં આજે 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

- text

- text