હળવદ પાલિકાની ચૂંટણીને લઇ આપની બેઠક યોજાઇ

- text


પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની હાજરીમાં યોજાયેલ બેઠકમાં આપના હોદ્દેદારો હાજર રહ્યા

હળવદ : આજરોજ હળવદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીની અધ્યક્ષ સ્થાને આગામી હળવદ નગરપાલિકાની ચૂંટણીને લઇ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

હળવદ શહેરમાં આવેલ ખાનગી હોટલ ખાતે નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈ હળવદ આમ આદમી પાર્ટીના હોદ્દેદાર સાથે પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ સમીક્ષા બેઠક યોજી હતી. સાથે જ હાજર રહેલા હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.

આ બેઠકમાં આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, હળવદ તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી, શહેર પ્રમુખ વિપુલભાઈ રબારી, કમલેશભાઈ ડઢાણીયા સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text

- text