શ્રમિક પરિવારની બે બાળાઓનું અપહરણ કરનાર નરાધમે દુષ્કર્મ પણ ગુજાર્યાનો ઘટસ્ફોટ

- text


મોરબી તાલુકા પોલીસે શખ્સની ધરપકડ કરી દુષ્કર્મની કલમો પણ ઉમેરી 

મોરબી : મોરબી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીક ફેકટરીમાં રહીને મજુરી કામ કરતા શ્રમિક પરિવારની બે બાળાનું અપહરણ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે શખ્સે દુષ્કર્મ પણ ગુજાર્યું હોય, વધારાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોરબી નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કામ કરતા શ્રમિક પરિવારની 13 વર્ષ અને 8 વર્ષની બે પુત્રીઓ ગત તા.12ના રોજ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આથી શ્રમિક પરિવારે પોતાની બે પુત્રીઓનું રાજકોટનો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- text

બાદમાં પોલીસે આરોપી રજાક ઇશાભાઇ ગગાભાઇ મુસાણી ઉં.વ. ૧૯ રહે. હાલ- વંશરાજનગર, રણુજા મંદીરની સામે, કોઠારીયા રોડ, કોઠારીયા, રાજકોટ મુળ રેલ્વે ફાટક પાસે, માળીયા(મી) જી.મોરબી વાળોઓને શોધી કાઢી ધરપકડ કરી હતી. સાથે ભોગ બનનાર બન્ને બાળાઓ પણ મળી આવી હતી. સગીરવયની ભોગબનનારની પુછપરછ કરતા ભોગબનનાર સાથે આરોપીએ વારવાર શરીર સંબંધ બાંધેલ હોય જેથી આઇ પી.સી કલમ-૩૭૬(૨)(જે)(એન) ૩૭૬(૩) તથા પોકસો એકટ કલમ-પ(એલ), ૬નો ઉમેરો કરવામાં આવેલ છે.

- text