મોરબીમાં ભૂલી પડેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટિમ 

- text


ઘરે કહ્યા વગર સાયકલમાં ચક્કર મારવા નીકળેલી 15 વર્ષની દીકરી ભૂલી પડી ગઈ હતી

મોરબી : મોરબીમાં ઘરેથી કોઈને કહ્યા વગર સાયકલ લઈને ચક્કર મારવા નીકળેલી 15 વર્ષની દીકરી દૂર સુધી પહોંચ્યા બાદ ભૂલી પડી જતા 181 અભયમ ટીમે દીકરીનું કાઉન્સેલિંગ કરી તેને ઘર સુધી પહોંચાડી હતી.

તા. 17ના રોજ સાંજના સમયે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181માં કોલ આવેલ કે એક 15 વર્ષની આસપાસની ઉંમરની દીકરી મળી આવેલ છે. અને ભૂલા પડી ગયેલ હોય એવુ લાગે છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ 181ના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ રીટાબેન તેમજ પાયલોટ રાજભાઈ તે દીકરી સુધી પહોંચ્યા હતા. તે સજ્જન વ્યક્તિએ જણાવેલ કે દીકરી સાયકલ પર એકલા હોય અને તેમની ઉંમર નાની હોવાથી ભૂલા પડી ગયેલ હોય એવુ લાગે છે.

- text

માટે અભયમ ટીમ દ્વારા સૌપ્રથમ દીકરીને સાંત્વના આપી સરળતા પૂર્વક કાઉન્સિલિંગ કર્યું હતું. જેથી તેમને દીકરીએ જણાવેલ કે એમની માતાને જાણ કર્યા વગર ઘરે થી નીકળી ગયેલ હોય. અને રસ્તો ભૂલી ગયેલ હોવાથી ગભરાય ગઈ છે. વધુમાં તેને કહ્યું કે હવે પછી માતા પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહી. બાદમાં દીકરીએ ક્યા રહે છે તે જણાવ્યા ઘરના સરનામે જઈ દીકરીને તેમના માતા પિતાને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ તેમના માતા પિતાનું કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે આજુ બાજુ ના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળેલ નહી અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના માતા પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા જણાવેલ હતું. આમ ટીમ દ્વારા ભૂલી પડેલ દીકરીનું તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

- text