ગામ તરસ્યું ! હળવદના માણેકવાડા ગામે ગ્રામ પંચાયતની મોટરનો કેબલ તસ્કરો ચોરી ગયા

- text


બે દિવસથી ગામમાં પાણી વિતરણ બંધ થતા સરપંચે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી

હળવદ : હળવદ તાલુકાના માણેકવાડા ગામે બે દિવસ પહેલા ગ્રામ પંચાયત હસ્તકના બોરમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે તે બોરની મોટરનો કેબલ કોઈ અજાણ્યા શખ્સો કાપી જતા આખું ગામ તરસ્યું રહ્યું છે અને ગ્રામ પંચાયત દ્વારા હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરાઈ છે.

થોડા દિવસ પહેલા જ માણેકવાડા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સરપંચનો ચાર્જ ઉપ સરપંચને સોપાયો છે.ત્યારે બે દિવસ પહેલા આશરે 800 થી વધુ વસ્તી ધરાવતા માણેકવાડા ગામને પાણી પૂરું પાડતી ગ્રામ પંચાયતની મોટરનો 230 ફુટ જેટલો કેબલ કોઈ અજાણ્યા શખ્સો કાપી ગયા હોય જેના કારણે છેલ્લા બે દિવસથી ગામમાં પાણી વિતરણ બંધ થયું છે.

જેથી શનિવારે ગ્રામ પંચાયતના સરપંચ શૈલેષભાઈ રાવાએ હળવદ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.વધુમાં શૈલેષભાઈએ જણાવ્યું હતું કે ગામમાં નર્મદા કેનાલનું પાણી આવતું નથી જેથી ગામને પાણી વિતરણ બોરનું જ કરવામાં આવે છે તેનો પણ કેબલ કાપી ગયા હોય જેથી આજે નવો કેબલ નાખી મોટર ચાલુ કરી ગામ લોકોને પાણી વિતરણ કરવામાં આવશે સાથે જ કેબલ કાપી જનાર શખ્સો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી.

- text

- text