હળવદના વતની પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. જીવુભા ઝાલાની આજે 33મી પુણ્યતિથિ

- text


દીઘડીયા ગામના સ્વ.જીવુભા ઝાલાએ દસ વર્ષ ધારાસભ્ય તરીકે સેવા આપી હતી

હળવદ : બુઝ ગયા દિપક, મગર રોશની તો રહ ગયી, ચલ બસી એ જિંદગી કુછ લે ગઈ, કુછ દે ગઈ,માણસ સારા કર્મો કરે તો એ મર્યા પછી પણ અમર રહે છે. આવી જ રીતે પૂર્વ કેબિનેટ મંત્રી દિવંગત જીવુભા ઝાલાની વસમી વિદાયને આજે 33 વર્ષ પુરા થયા છતાં તેમના સતકર્મોને આજે પણ હળવદ-મુળીના રહેવાસીઓ યાદ કરે છે. રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન અને હળવદ તાલુકાના દીઘડીયા ગામના સ્વ.ઝાલા જીવુભા ગેલુભાની આજે 33મી પુણ્યતિથિ છે.તેઓ દ્વારા કરવામાં આવેલ લોક ઉપયોગી કાર્યો આજે પણ હળવદ તેમજ મુળીના લોકો યાદ કરી રહ્યા છે.

સ્વ.જીવુભા ઝાલાએ તેઓની રાજકીય કારકિર્દીની શરૂઆત દીઘડીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કરી હતી. સરપંચથી છેક રાજ્યના કૃષિ અને ગ્રામીણ વિકાસના કેબિનેટ પ્રધાન સુધી તેઓએ સેવાઓ આપી હતી.સ્વ.જીવુભા હળવદ-ધાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. સાથે જ તેઓએ દરેક સમાજમાં એક આગવું સ્થાન પણ ધરાવતા હતા.

- text

સ્વ.જીવુભા ઝાલાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ માત્ર 20 વર્ષની ઉંમરે દિઘડીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા,તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ બિનહરીફ ચૂંટાયા હતા.તેમજ જમીન વિકાસ બેંકના ડાયરેક્ટર,ખરીદી વેચાણ સંઘ તથા દૂધ ડેરી સાથે-સાથે ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકમાં મહત્વના હોદ્દા ઉપર રહી લોક ઉપયોગી કાર્યો કર્યા હતા.

હાલમાં તેમનો પરિવાર હળવદના દીઘડીયા ગામે તેમજ ધાંગધ્રામાં સ્થિત છે સંયુક્ત પરિવારમાં રહે છે સાથે જ તેઓનો પરિવાર પણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે.સ્વ.જીવુભા ઝાલાના પૌત્ર હરદેવસિંહ ઝાલા હળવદ તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે સાથે જ તેમના જ પરિવારના પીન્ટુભાઇ હાલ દિઘડીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપે છે.

- text