મોરબીમાં મંગળવારથી મેઘરાજા ધબધબાટી બોલાવશે

- text


હવામાન વિભાગ દ્વારા તા.18થી 25 દરમિયાન વરસાદ વરસવાની આગાહી

મોરબી : દક્ષિણ ગુજરાત સિવાય હાલમાં રાજ્યમાં અત્યારે છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તા.18થી 25 દરમિયાન વરસાદના ત્રીજા સાર્વત્રિક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 જુલાઈએ ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે.

- text

આ ઉપરાંત 19 જુલાઈએ બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડામાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં પણ 19 જુલાઈએ વરસાદની શક્યતા છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text