મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી યોજાઈ

- text


વિદ્યાર્થીઓમાં સંસ્કાર-સેવા સિંચન અંતર્ગત યદુનંદન ગૌશાળાની મુલાકાત લેવાઈ

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સત્કાર માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરાયું હતું. અને વિદ્યાર્થીઓના સંસ્કાર-સેવા સિંચન અંતર્ગત યદુનંદન ગૌશાળાની મુલાકાતનું પણ આયોજન કરાયું હતું.

આ ફ્રેશર્સ પાર્ટીમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ ફ્રેશર્સ પાર્ટીમાં વિવિધ પ્રકારની ગેમ્સ, ગાયન, ડ્રામા અને મનોરંજન સભર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ખુબ મન ભરીને મજા કરી હતી. વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસ યાદગાર બની રહે તે માટે “FIRST DAY OF MY COLLEGE LIFE” થીમ પર એક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. અને ઑટોગ્રાફ બોર્ડમાં દરેક નવા વિદ્યાર્થીઓએ પોતાની સહી કરીને પોતાનો પ્રથમ દિવસ યાદગાર બનાવ્યો હતો. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સેવાકીય ભાવના વિકશે, વિદ્યાર્થીઓઓ સમાજોપીયોગી કાર્યમાં પણ અગ્રેસર રહે, વિદ્યાર્થીઓમાં જીવદયા અને કરુણા વિકાસ પામે તેવા ઉમદા હેતુથી કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને મોરબીની યદુનંદન ગૌશાળાની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંના વ્યસ્થાપક કાનાભાઈ અને તેમના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ગૌશાળામાં ચાલતી તમામ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે અંધ-અપંગ ગૌવંશની સેવા, સમાજ દ્વારા તરછોડાયેલા માનસિક અસ્થિર અને દીવ્યંગોની સેવા, અનાથ મહિલાઓ અને બાળકોની સેવા,પશુ દવાખાનું, વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર કોલેજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text