હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે કાલે સોમવારે ફોર્મ ભરાશે : ભાજપ-કોંગ્રેસ બંને મેદાને

- text


ખેડૂત પેનલમાં 10 અને વેપારી પેનલમાં 4 મળી કુલ 14 બેઠકના ફોર્મ ભરાશે

હળવદ : સૌરાષ્ટ્ર-કચ્છમાં આગનું નામ ધરાવતા હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થયાની સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આવતીકાલે સોમવારે માર્કેટયાર્ડની 14 બેઠકો માટે ફોર્મ ભરાશે.જેને લઇ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરી લીધી છે.

આમ તો હળવદ માર્કેટ યાર્ડમાં ક્યારેય કોંગ્રેસ સત્તા પર આવ્યું નથી અહીં વર્ષોથી ભાજપે યાર્ડને પોતાના કબ્જામાં રાખ્યું છે.આવતીકાલે હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ખેડૂત પેનલની 10 અને વેપારી પેનલની 4 બેઠક પર ફોર્મ ભરાશે.જેમાં વેપારી પેનલ ની ચારેય બેઠક ભાજપ તરફથી બિનહરીફ થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.જ્યારે ખેડૂત પેનલની 10 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે.

- text

યાર્ડની ચૂંટણીના કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો આવતીકાલે તારીખ 17/0 7/2023ના રોજ યાર્ડ ખાતે જિલા રજીસ્ટર ડી.વી ગઢવીની હાજરીમાં ફોર્મ ભરાશે,તા-18/07/2023ના રોજ ચકાસણી કરાશે,તા- 21/07/2023ના રોજ જે ઉમેદવારને ફોર્મ પરત ખેંચવું હોય તો તે ખેંચી શકાશે,જ્યારે તા-27/07/2023 ના રોજ હળવદ તાલુકાની 27 મંડળીના 367 તેમજ વેપારી પેનલના 247 મતદારો ચૂંટણી થઈ તો મતદાન કરશે.! સાથે જ તા-28/07/2023 ના રોજ ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

- text