મોરબીમાં પ્રેમિકા અને તેના માતા-પિતાએ મળીને પ્રેમીને એસિડ પીવડાવી દેતા મોત

- text


યુવક ઘરે આવી ઉબકા કરવા લાગતા તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો, બાદમાં રાજકોટ ખાતે વધુ સારવાર દરમિયાન દમ તોડ્યો 

મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા યુવકને યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે અંગે યુવતીના પિતા અને પરિવારને મંજુર ન હોય જેથી યુવતી તેમજ પિતા, પત્નીએ ત્રણેયએ મળી યુવકને એસિડ પીવડાવી દીધું હતું. જેમાં આ યુવકનું મોત નિપજતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ મનસુખભાઈ ચૌહાણ નામનો યુવક ગત તા 11 ના રોજ અચાનક ઉબકા ઉલટી કરવા લગતા તેને ગંભીર હાલતમાં પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે રાજ્કોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન પોલીસ દ્વારા યુવકનું નિવેદન લેવામાં આવ્યું હતું જેમાં તેણે ચોકાવનારો આક્ષેપ કર્યો હતો યુવકે જણાવ્યું હતું કે તેને વીસીપરામાં રહેતા અજયભાઈ શુક્લાની દીકરી સાથે તેને પ્રેમ સબંધ હોય જે યુવતીના પરિવારજનોને પંસદ ન હતું. જેથી તેઓએ ગત 11 ના રોજ મોરબી રેલ્વે સ્ટેશન પાસે બોલાવ્યો હતો અને ત્યાં અજયભાઈ બચુભાઈ શુક્લ તેની પત્ની દયાબેન અજયભાઈ શુક્લ તેમજ પ્રેમિકા લતાબેન અજયભાઈ શુક્લે ત્રણેયે ભેગા મળી એસીડ પીવડાવી દીધું હતું.

- text

યુવકનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો જે બાદ મૃતકના કૌટુંબિક સગા શાંતુબેન ગોવિંદભાઈ ચૌહાણે બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી અજયભાઈ બચુભાઈ શુક્લ, તેના પત્ની દયાબેન અજયભાઈ શુક્લ તેમજ પુત્રી લતાબેન અજયભાઈ શુક્લ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને આધારે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text