મોરબી સબ જેલ ખાતે ફાયર બ્રિગેડની ટીમે આગ સમયે તકેદારી સંબંધિત માર્ગદર્શન આપ્યું

- text


મોરબી : ગઈકાલે મોરબી સબ જેલ ખાતે મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેલના સ્ટાફ અને કેદીઓને આગ સંબંધિત બનાવ બને ત્યારે શું કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મોરબી સબ જેલમાં જેલ સ્ટાફ તથા કેદીઓને અગ્નિશામન તથા અકસ્માત સમયે આગ કઈ રીતે બુજાવવી તેમજ આગ બુજાવતા સમયે કઈ કઈ બાબતની તકેદારી રાખવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ પ્રેક્ટીકલ કરી ફાયર વિભાગ મોરબીના સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા મોરબી સબ જેલના સ્ટાફ તથા કેદીઓ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલના કર્મચારીઓ અને જેલમાં રહેલા બંદિવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text