અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનાર સગા-સંબંધીઓ માટે મહત્વનો નિર્ણય

- text


મોરબી : ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર હજ યાત્રિકોને લેવા આવનાર સગા-સંબંધીઓને નાના વાહન લઈને અને શક્ય હોય તો ઓછી સંખ્યામાં લોકોએ આવવું તેમ જણાવાયું છે.

મહત્વનું છે કે, હજથી પરત આવનાર યાત્રિકો અને જી-20ના અગત્યના કાર્યક્રમ વખતે વિદેશથી આવનાર લોકો એક જ દિવસોમાં આવતા હોય ડીસીપી ટ્રાફિક ઝોન, અમદાવાદ સાથે સિક્યુરિટી બાબતે ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ, સમિતિના સભ્યો અને વોલ્યુન્ટીયર્સ સાથે 11 જુલાઈના રોજ એક બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે લક્ઝરી અથવા મોટા વાહનોને એરપોર્ટથી દુર રાખવામાં આવે. તેથી જો શક્ય હોય ત્યાં સુધી હજ યાત્રિકોને લેવા આવનાર સગા-સંબંધીઓ નાના વાહન લઈને આવે અને ઓછી સંખ્યામાં આવે જેથી કરીને એરપોર્ટ પર અવ્યવસ્થા ન સર્જાય અને ટ્રાફિકના પ્રશ્નો ઉભા ન થાય. આ વ્યવસ્થા તારીખ 14 જુલાઈ થી છેલ્લી ફ્લાઈટ 2 ઓગસ્ટે આવે ત્યાં સુધી જાળવવા જણાવાયું છે.

- text

- text