ટ્રાવેલ્સ સંચાલક પાસેથી હપ્તો લેવાના કેસમાં પીઆઇ પણ આરોપી

- text


મોરબીના ચકચારી કેસમાં પીઆઇને આરોપી બનાવાયા

મોરબી : મોરબીના ટ્રાવેલ્સના હપ્તા આપવા સંદર્ભે એસીબી ટ્રેપ કેસમાં પીઆઇ એમ.એફ.જાદવ વિરુદ્ધ કેસમાં એ સમરી ભરવાના કેસમાં નામદાર મોરબી કોર્ટે એપેક્સ કોર્ટના ચુકાદા ધ્યાને લઇ પીઆઇને આરોપી બનાવવા આદેશ કરતા ચકચાર જાગી છે.

આ કેસની વિગત જોઇએ તો વર્ષ 2005મા ફરિયાદી અમિત વિષ્ણુભાઈ દવેએ ટ્રાવેલ્સ બસ ચલાવવા માટે હપ્તારૂપે પીઆઇ એમ.એફ.જાદવ અને હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિરુભા ઝાલા વિરુદ્ધ કેસ દાખલ કરી આરોપી પીઆઇ એમ.એફ.જાદવને આરોપી દર્શાવ્યા ન હતા.જે અંગે નામદાર હાઇકોર્ટમાં અરજી કરવામાં આવતા નામદાર હાઇકોર્ટે એપેક્સ કોર્ટ ઉપર નિર્ણય છોડતા એપેક્સ કોર્ટના ચુકાદા ધ્યાને લઇ નામદાર મોરબી કોર્ટના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ બુદ્ધ સાહેબ દ્વારા મૂળ ફરિયાદીની અરજી ધ્યાને લઇ પીઆઇ એમ.એફ.જાદવની આ સમરી રદ કરી ભ્રષ્ટચાર નિવારણ અધિનિયમ મુજબ આરોપી તરીકે દર્શાવી હુકમ કરતા લાંચીયા કર્મચારી અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text

- text