હળવદમાં યુરિયા ખાતર સાથે નેનો યુરિયા અને નર્મદા ફોર્સ ફરજિયાત અપાતા મુખ્યમંત્રીને રજૂઆત

- text


હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી ખેડૂતોને યુરિયા ખાતરની સાથે ફરજિયાત નેનો યુરિયા અને નર્મદા ફોર્સ અપાતું હોવાથી ખેડૂતો અકળાયા છે ત્યારે સામાજિક કાર્યકર વિશાલભાઈ ત્રિવેદી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરીને આ પ્રકારે થતું વેચાણ બંધ કરાવી ખેડૂતોને યોગ્ય સમયે યુરિયા અપાવવા જણાવાયું છે.

- text

મુખ્ય મંત્રીને રજુઆતમાં વિશાલભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે, હળવદ પંથકમાં હાલ ખેડૂતોને યુરિયા ખાતરની ખૂબ જ જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે ખાતર વિક્રેતાઓ અને સંઘ, સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને ત્રણ બેગ યુરિયા સાથે એક બોટલ નેનો યુરિયા ફરજિયાત આપે છે અને પાંચ બેગ યુરિયા સાથે એક બેગ નર્મદા ફોર્સ ફરજિયા આપે છે. જેથી ખેડૂતોને વધુ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારનું વેચાણ બંધ કરાવી ખેડૂતોને યોગ્ય સમયે યુરિયા મળી રહે તેવી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીને જણાવ્યું છે.

- text