હળવદમાં સ્કૂલ નજીક જર્જરીત વીજ પોલ અંતે હટાવાયો

- text


હળવદ : હળવદ શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ નવનિર્માણ વિદ્યાલય પાસે પાછલા ઘણા સમયથી રોડ પર જ અતિ જર્જરી પડવાના વાંકે વીજપોલ ઉભો હતો.આ વીજપોલ ગમે ત્યારે અકસ્માત નોતરે તેમ હોય જે અંગેના વિસ્તૃત સમાચાર ગઈકાલે જ પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેની નોંધ લઈ પીજીવીસીએલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આજે આ વીજપોલને હટાવી દીધો છે.

- text

શહેરના પોસ્ટ ઓફિસ જવાના રોડ પર બે બે ખાનગી સ્કૂલો આવેલી હોય અહીં દરરોજ અનેક લોકો પણ પસાર થતા હોય ત્યારે રોડ વચ્ચે જ જીવતો વીજપોલ અતી જર્જરીત હાલતમાં હોય જે ગમે ત્યારે પડી શકે તેમ હોય જેથી તેને બદલવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી.આ માંગ ને ધ્યાને લઈ સમાચાર પણ ગઈકાલે પ્રકાશિત થયા હોય જેની નોંધ લઇ હળવદ પીજીવીસીએલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વીજપોલને હટાવી તેના પરથી પસાર થતા વીજ વાયરોને અન્ય વીજપોલ પર શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

- text