અપના હાથ જગન્નાથ ! મોરબીની સુવર્ણભૂમિ સોસાયટીના લોકોએ જાતે ખાડા પૂર્યા

- text


મોરબી : મોરબીમાં ક્રિષ્ના સ્કૂલ પાછળથી એસપી રોડ પર જવાના આડા કાચા રસ્તા પર સુવર્ણ ભૂમિ સોસાયટીના રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી ગયા હોય લોકોએ આજે જાતે જ આ ખાડા પૂરવાનું કામ ઉપાડ્યું છે.

સુવર્ણ ભૂમિ સોસાયટીના રસ્તામાં પડી ગયેલા ખાડાના કારણે ટુ-વ્હીલર ચલાવતા લોકોને કમરના દુઃખાવા થઈ જતાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેના કારણે આજે દેસ જેટલા લોકોએ આ ખાડા પૂરવાનું કામ ઉપાડ્યું છે. અને રસ્તા પરના ખાડા પૂરીને લેવલિંગ કરી રહ્યા છે.

- text

- text