વાંકાનેર મહારાજા કેસરીદેવસિંજી રાજ્યસભાના સાંસદ બનશે 

- text


ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના ગુજરાતના બે અને પશ્ચિમ બંગાળના ઉમેદવારના નામ જાહેર કર્યા 

વાંકાનેર : આગામી તા.24 જુલાઈના રોજ ગુજરાત રાજ્યની ત્રણ રાજ્યસભાની બેઠકો માટે યોજાનાર ચૂંટણી અન્વયે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહજીને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, આ સાથે જ ભાજપ દ્વારા રાજ્યસભાના ગુજરાતના બે અને પશ્ચિમ બંગાળના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

- text

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી અંતર્ગત અગાઉ વિદેશ મંત્રી એસ.જયશંકરે ફોર્મ ભર્યા બાદ આજે વાંકાનેર રાજવી પરિવારના મહારાજા કેસરીદેવસિંહજી ઝાલા, બાબુભાઇ જેસંગભાઈ દેસાઈ અને પશ્ચિમ બંગાળ માટે અનંત મહારાજનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત જ વાંકાનેર તાલુકા પંચાયતની સતા કેસરીદેવસિંહજી મહારાજની આગેવાનીમાં ભાજપ કબ્જે કરી છે અને ગત વિધાનસભા ચૂંટણી સમયે પણ છેલ્લે સુધી મહારાજા કેસરીદેવસિંહજીનું નામ ચર્ચામાં રહ્યા બાદ ટિકિટ ન મળતા ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. જો કે, ભારતીય જનતા પાર્ટીએ મહારાજ કેસરીદેવસિંહજીની પક્ષ પ્રત્યેની વફાદારી અને ઉદારતા જોઈ મહારાજાને રાજ્યસભાના સાંસદ બનાવી ક્ષત્રિય સમાજની નારાજગી પણ દૂર કરી હોવાનું મનાઈ રહ્યું છે.

- text