મોરબીના ગાળા ગામે રસ્તા ઉપર નડતરરૂપ દબાણો હટાવાયા

- text


ડીડીઓના આદેશને પગલે માર્ગ અને મકાન વિભાગ સહિતના તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી કરાઈ

મોરબી : મોરબીના ગાળા ગામે રસ્તા ઉપર નડતરરૂપ કાચા પાકા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ દબાણો દૂર કરવાના ડીડીઓના આદેશને પગલે માર્ગ અને મકાન વિભાગ સહિતના તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી કરાઈ હતી.

મોરબીના ગાળા ગામથી જસમતગઢ અને શાપર ગામ તરફ જતા માર્ગ ઉપર ઘણા સમયથી કાચા-પાકા દબાણો ખડકાય ગયા હતા. આ ગ્રામ્ય વિસ્તારના જાહેર રસ્તા ઉપર ચાર મકાનો, અમુક દીવાલો તેમજ શૌચાલય અને બાથરૂમના ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા હોય આ દબાણો રસ્તા ઉપર નડતરરૂપ હોવાથી તંત્રએ નોટિસ આપ્યા છતાં દબાણો ન હટતા આજે ડીડીઓ જાડેજાએ આ દબાણો દૂર કરવાનો આદેશ આપતા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ચૌધરી, ઘેટિયા તેમજ તલાટી અને ઇન્ચાર્જ ટીડીઓ વિપુલ જીવાણી સહિતનાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીના ગાળા ગામના રસ્તા ઉપર ખડકાયેલા દબાણો દૂર કર્યા હતા. જો કે ડીડીઓ દ્વારા હમણાંથી દબાણો સામે આકરું વલણ દાખવી વિકાસકામોમાં અવરોધરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં બગથળા બાદ હવે ગાળા ગામે પણ ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

- text