સવારે 6થી 10 દરમિયાન મોરબીમાં પોણો ઇંચ, અન્યત્ર ઝાપટા

- text


સામન્ય વરસાદમાં પણ મોરબીમાં ઠેરઠેર પાણી ભરાયા

મોરબી : મોરબી શહેર તેમજ જિલ્લામાં આજ સવારથી જ મેઘો ધીમીધારે મંડાયો છે અને મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. ત્યારે સવારે 6થી 10 દરમિયાન મોરબીમાં પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો અને જિલ્લામાં અન્યત્ર ઝાપટા વરસ્યાના અહેવાલ મળે છે. જ્યારે સામન્ય વરસાદમાં પણ મોરબીમાં ઠેરઠેર પાણી ભરાયા હોવાની ફરિયાદ ઉઠી છે.

મોરબી શહેર અને જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજાની ધીમીધારે મેઘસવારી આવી પહોંચી હતી. ઝીણો ઝરમર વરસે મેહની માફક સવારમાં ઝરમરીયો વરસાદ પડ્યો હતો. જો કે જિલ્લામાં આજે એક માત્ર મોરબીમાં નોંધનીય પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં જિલ્લા કંટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન મોરબીમાં 18 મિમી, માળીયામાં 7 મિમી, ટંકારામાં 6 મિમી અને વાંકાનેરમાં માત્ર 1 મિમી જ વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદ પંથકમાં વરસાદ નોંધાયો નથી. મોરબીમાં અડધા ઈંચ વરસાદમાં પણ સ્ટેશન રોડ, રવાપર રોડ, સહિતના માર્ગો અને વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે 10 વાગ્યા પછી વરસાદ રહી ગયો છે. પણ હજુ વરસાદી માહોલ હોય દિવસભર વરસાદ પડવાની શક્યતા છે.

- text

- text