મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના આંગણવાડી કેન્દ્રમાં મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : વર્ષ 2023ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આઈસીડીએસ મોરબી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મિલેટ વાનગી સ્પર્ધામાં ત્રાજપર ગ્રામ પંચાયતના સરપંચ, મોરબી તાલુકા પંચાયતના સભ્ય, ત્રાજપર સરકારી શાળાના પ્રિન્સિપાલ, ICDS મોરબી ઘટક-1,2ના CDPO હાજર રહ્યા હતા. સ્પર્ધાનું આયોજન મોરબી ઘટક-2ના મુખ્ય સેવિકા રમીલા ગોજીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી ઘટક-2ના આંગણવાડી કાર્યકરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મીલેટ્સ જેવા કે બાજરી, જુવાર, રાગી, રાજગરો, કોદરી, કાંગમાંથી બનતી વિવિધ નવીનતમ વાનગીઓ બનાવી હતી અને ત્યારબાદ તે વાનગીમાંથી મળતા પોષણમુલ્યો વિશે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય સેવિકા રમીલા ગોજીયા દ્વારા પધારેલા મહેમાનો, કાર્યકરો, લાભાર્થીઓને રોજીંદા આહારમાં મિલેટનો ઉપયોગ કરી તંદુરસ્તી જાળવવા તથા વિવિધ રોગોથી બચવા માટેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે આંગણવાડી કાર્યકરો દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓ ટેસ્ટ કરી અને ત્યારબાદ શ્રેષ્ઠ અને હેલ્ધી વાનગી બનાવેલ કાર્યકરોને 1 થી 3 નંબર આપી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text

- text