મોરબી પીજી પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ મુન્દ્રા ખાતે ખાનગી કંપનીની મુલાકાત લીધી

- text


મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજમાં હાલ પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે પરંતુ NEP-2020 અંતર્ગત નવો સિલેબસ આવવાનો હોવાથી કોલેજ શરૂ થઈ શકી નથી. ત્યારે આ સમયનો સદઉપયોગ કરવાના હેતુથી પીજી પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ મુન્દ્રા ખાતે આવેલી અદાણી ગ્રુપ ઓફ કંપનીની મુલાકાત લીધી હતી.

પી.જી. પટેલ કોલેજમાં તારીખ 3 અને 4 જુલાઈના રોજ BBA SEM-1 મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે મુન્દ્રા પોર્ટ ખાતે પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત ઔદ્યોગિક મુલાકાતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અદાણી કંપનીના કો-ઓર્ડીનેટર દ્વારા વિદ્યાર્થીઓને મુન્દ્રા પોર્ટ, અદાણી પાવર અને અદાણી વિલમર જેવી મોટી કંપનીઓની મુલાકાત કરાવવામાં આવી હતી અને તમામ પ્રેક્ટીકલ અને વ્યવહારુ જ્ઞાન અને માહિતી આપવામાં આવી હતી.

- text

- text