વાંકાનેરમાં મેઘરાજાનું ગુડમોર્નિંગ : વહેલી સવારે એક ઈંચ 

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં મેઘવિરામ બાદ આજથી ફરી મેઘાવી માહોલ બંધાયો છે ત્યારે આજે વહેલી પરોઢે વાંકાનેરમાં મેઘરાજાએ ગુડમોર્નિંગ કહી સવારે 4થી 6 વાગ્યા સુધીમાં 2 મીમી અને 6થી 8 વાગ્યા સુધીમાં વધુ 24 મીમી સાથે એક ઈંચ જેટલું હેત વરસાવ્યું હતું, આ સાથે જ હળવદમાં 3 મીમી અને મોરબીમાં એક મીમી વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે.

- text