ખાખરેચી ગામમાં રક્તદાન શિબિર, રોપા વિતરણ, વૃક્ષારોપણનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના ખાખરેચી ગામમાં આવેલી હાઈસ્કૂલમાં પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ, ઉમિયા ગ્રામસેવા ટ્રસ્ટ, ખાખરેચી દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન શિબિર, રોપા વિતરણ તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે, રક્તદાન શિબિરનો શુભારંભ સ્વામિનારાયણ, સંસ્કારધામના, મોરબીના સંતો શાસ્ત્રી જગતપ્રસાદસ્વામી તથા પુરાણી દિવ્યપ્રકાશ સ્વામીએ કરાવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં ખાખરેચી ઉપરાંત વેજલપર, અણિયારી, કુંભારિયા વગેરે ગામના 65 યુવા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સહયોગી દાતાઓ તરફથી રકતદાતાઓને કલમી આંબાના રોપા અને રક્ષણ માટે લાકડાના પીંજરા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં સ્વામિનારાયણના સંતો તથા આગેવાનોના હસ્તે કરંજ, કદંબ, પીપળ જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ખાખરેચી તથા આજુબાજુના ગ્રામજનોને 500 રોપાઓનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં લોકોમાં પર્યાવરણલક્ષી જાગૃતિ આવે તે માટે સંતો તથા અન્ય ઉપસ્થિત મહેમાનોએ લોકોને પર્યાવરણને બચાવવા હાકલ કરી હતી. સ્થળ પર સંતો, દાતાઓ, કાર્યકર્તાઓ, પર્યાવરણ પ્રેમીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીથી સ્વામિનારાયણના સંતો, ડૉ.મનુભાઈ કૈલા, પ્રાણજીવન કાલરિયા, જીલેશભાઇ કાલરિયા, મણીભાઈ ગડારા, રમેશભાઈ, ઠાકરશીભાઇ ફૂલતરિયા, અંબાલાલ કુંડારિયા, માથકથી દાજીભાઇ ગોહિલ તથા સ્થાનિક ખાખરેચી હાઇસ્કુલના પ્રિન્સિપાલ ભોરણિયા, મગનભાઇ કૈલા, પ્રકાશભાઈ ઉનાલિયા, ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટના સભ્યો, ખાખરેચી પાંજરાપોળ સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયા ગ્રામસેવા ટ્રસ્ટના કાર્યકરો તથા ડૉ. મનુભાઈ કૈલાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

- text

- text